કાર્પેટ / ટફટેડ કાર્પેટ ઇન્‍ડસ્‍ટ્રીઝ | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

કાર્પેટ ઇન્ડ‍સ્ટ્રીઝ / ટફટેડ કારપેટ

ગાલીચા વણાટ એ પર્શીયાની એક પ્રાચીન કલા છે. જે ભારતમાં સમ્રાટ અકબરે શરૂ કરાવી હતી. વર્ષો સુધી સુષુપ્‍ત અવસ્‍થામાં (બંધ હાલતમાં) રહયા બાદ, આ કલા કુટિર ઉઘોગ તરીકે વિકસી રહી છે. જે રોજગાર પ્રાપ્‍ત નથી તેવા આદિવાસી વિસ્‍તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગાલીચા વણાટ એ એક એવી પ્રવૃત્તિ છે જેની કારીગરી સગીર વયેજ હાંસલ કરવી પડતી હોય છે. તેમાં રોજગાર નિર્માણ અને વિદેશી હુંડિયામણ કમાવાની પ્રચંડ ક્ષમતાઓ રહેલી છે. તેથી આ યોજના ૩૦ જેટલા કારીગરોને ૬ મહિનાની તાલીમ આપીને કુશળ કારીગરો તૈયાર કરવા માટે દાખલ કરવામાં આવી છે. તાલીમ આપ્‍યા બાદ આ કારીગરોને ઉત્‍પાદન હેઠળ આવરી લઇ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઉત્‍પાદન કેન્‍દ્ર ચાલુ રાખી રોજગારી પૂરી પાડવાની રહે છે. 
પાત્રતાઃ

  • લાયકાતઃ          સંસ્થા/મંડળીની નોંધણીને ૩/૨ વર્ષ થયેલા હોવા જોઇએ.
  • બેંક બેંલેન્સઃ       અરજીની તારીખે રૂ,૧.૦૦ લાખનું બેંક બેલેંન્સ હોવુ જોઇએ.
  • કરારનામું:         નિયતનમુનાનું કરારનામું બે કમિટિસભ્યોની સહી સાથેનું રજુ કરેલ હોવુ જોઇએ.
  • ડિપોજીટ:          રૂ,૨૦,૦૦૦/ ની રીફંડેબલ ડિપોજીટ સંયુક્તખાતામાં ભરવાની રહશે.
  • શાળની કિંમત:    રૂ,૯૬,૦૦૦પેકી રૂ,૭૮,૦૦૦ ની સહાય સરકારશ્રી આપશે,અને રૂ,૧૮,૦૦૦/
  •                   લોખંડ ની શાળની રકમ સંસ્થાએ ભોગવવાની રહશે.
  • કેન્દ્ર માટે મકાન: ૫૦૦ ચો,ફુટનું હવાઉજાસવાળું,લોખંડની ૬શાળો ગોઠવી શકાય અને ૩૦ તાલીમાર્થીઓ  

                   બેસવા માટે મકાનની વ્યવસ્થા હોવી જોઇએ.

  • કોને મળવાપાત્ર છેઃ સંસ્થા અથવા સહકારી મંડળીને કારપેટ કેન્દ્ર મળવાપાત્ર થાય છે,

નાણાંકીયસહાયઃ- ૧૦૦ ટકા ગ્રાન્‍ટ નીચે મુજબના ધોરણોએ

અ.નં.

વિગત

મળવાપાત્ર રકમ (માસ)

અ.

તાલીમાર્થીની સંખ્‍યા

૩૦

બ.

શાળો ૬ નંગ     

રૂ.૭૮૦૦૦

ક.

સ્‍ટાઇપેન્‍ડ રૂ.૪૦૦ / તાલીમાર્થી

 રૂ.૭૨૦૦૦      

ડ.

વહીવટી સહાય                 

રૂ.૮૭૦૦૦

ઇ.

અન્‍ય પરચુરણ ખર્ચ

રૂ.૨૧૦૦૦

કુલઃ-

રૂ.,૫૮,૦૦૦

અરજી પત્રકઃ
અરજી ફોર્મ 

યોજના નો ઠરાવ - તા: ૨૨-૦૯-૨૦૧૫

ટફટેડ/તિબેટીયન ઉની ગાલીચા વણાટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્રની યોજના 
હાથ શાળ વણકરોને પ્રોડકટમાં ફેરફાર દ્રારા રોજગારી મળી રહે તથા અંતરિયાળ ગ્રામ્ય કક્ષાએ ઉની ગાલીચા વણાટની સઘન તાલીમ આપી, ઉત્પાદન કેન્દ્રો શરૂ કરી સર્વાગી વિકાસ કરવો તથા ઉત્તમ રોજગારી પૂરી પાડવી. 
પાત્રતા :-
(અ)    કાર્યરત પ્રાથમિક હાથશાળ સહકારી મંડળીઓ.
(બ)    છ માસના તાલીમ વર્ગમાં ૨૦ તાલીમાર્થીઓને તાલીમ.
(ક)     વય મર્યાદા ૧૪ થી ૩૦ વર્ષ. 
નાણાંકિય સહાયનું ધોરણ  :-
- છ માસનું સત્ર આધુનિક ફ્રેમ
છ માસની તાલીમની મુદ્દત માટે ધોરણસરની પાંચ ફ્રેમ અને ૨૦ તાલીમાર્થીઓના એકમ માટે નાણાંકિય સહાયનું ધોરણ નીચે મુજબ રહેશે.

સહાય ની વિગત

મળવાપાત્ર રકમ રૂ.

શિષ્યવ્રુતિ;- (માસીક રૂ,૪૦૦ x૬ x૨૦ તાલીમાર્થી)

રૂ.૪૮,૦૦૦

વહીવટી ખર્ચ

રૂ.૮૭,૦૦૦

અન્ય ખર્ચ

રૂ.૧૧,૭૦૦

ફ્રેમ - સાધન

રૂ.૨૫,૦૦૦

કુલ.

રૂ.૧,૭૧,૭૦૦

સંપર્કઃ
(અ) જિલ્લા કક્ષાએ  :- જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
(બ) રાજ્ય કક્ષાએ   :- કમિશ્ર્નર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.
અરજી પત્રકઃ