કલસ્‍ટર ડેવલોપમેન્‍ટ સ્‍કીમ | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

કલસ્ટર ડેવલોપમેન્ટ સ્કીમ

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક આઇસીઓ/૧૦૨૦૦૩/૪૭૩/ખ તા.૦૩-૦૭-૦૩ થી રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલ વિવિધ ક્ષેત્રના કારીગરોના સમૂહના વિકાસ માટે કલસ્ટર ડેવલપમેન્ટની  યોજના સને ૨૦૦૩-૨૦૦૪ થી અમલમાં આવેલ છે. કુટીર ઉદ્યોગો માટેની સુધારેલી કલસ્ટર યોજના, સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૨૬-૧૨-૨૦૧૬ ના ઠરાવ થી અમલમાં આવેલ છે.  કલસ્ટર યોજનાનું નિયંત્રણ અને દેખરેખ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે થાય છે અને હાથશાળ હસ્તકલા વિકાસ નિ.લી., ગ્રીમકો, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન, ખાદી બોર્ડ જેવા બોર્ડ/નિગમો તથા ઔદ્યોગિક સહકારી મંડળીઓ, નોંધાયેલા જાહેર ટ્રસ્ટ તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ (S.H.G.) જિ.ઉ.કેન્દ્ર મારફત દરખાસ્ત કરી શકશે.

આ યોજના હેઠળ કારીગરોના કલસ્ટર(સમૂહ) એટલે કે ૨૫ કે તેનાથી વધારે હસ્તકલા હાથશાળ કુટીર ઉદ્યોગના કારીગરોને સમૂહ કે જે એક જ ગામ અથવા ભૌગોલિક રીતે નજીકના ગામોમાં એક જ પ્રકારની કે જુદા જુદા પ્રકારની કુટીર ઉદ્યોગના ઉત્પાદનની પ્રવૃત્તિ કરતા હોય તેવા કારીગરોને નાણાકીય સહાય આપવાનો ઉદેશ છે. આ યોજના હેઠળ નક્કી કરવામાં આવનાર કલસ્ટરોની હાલની આર્થિક અને સામાજીક પરિસ્થિતિના સર્વે,ડીઝાઇન વિકાસ ટેકનોલોજીનો સમન્વય, તાલીમ અને નાણાકીય સહાય નીચેની વિગતે ચુકવવામાં આવે  છે.

ક્રમ વિગત સહાયની રકમ  (રૂ. લાખમાં)
(૧) ડાયનોસ્ટીક સર્વે અને પ્રોજેક્ટ રીપોર્ટ માટે મહત્તમ રૂ.૧.૦૦ લાખ મહત્તમ
(૨) સ્કીલ અપગ્રેડેશન માટે રૂ.૭.૦૦ લાખ મહત્તમ
(૩) ડીઝાઇન અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે, રૂ.૫.૦૦ લાખ મહત્તમ
(૪) આધુનિક ટૂલ્સ/ ઇક્વીપમેન્ટ સહાય સરકારશ્રીનો ફાળો ૭૫%, લાભાર્થી ફાળો ૨૫% (મહત્તમ મર્યાદા ૫.૦૦ લાખ)
(૫) બજાર વ્યવસ્થા માટે સહાય મહત્તમ રૂ.૨૦.૦૦ લાખ
(૬) રાજ્ય/રાજ્ય બહાર વેપાર મેળા-પ્રદર્શન (એક વખત ) રૂ.૧.૦૦ લાખ મહત્તમ
(૭) પબ્લીસીટી માટે રૂ.૨.૦૦ લાખ મહત્તમ
(૮) નિકાસ માટે સહાય રૂ.૧૦.૦૦ લાખ
(૯) કોમન ફેસીલીટી માટે સહાય રૂ.૨૦.૦૦ લાખ
(૧૦) માર્જીન મની સહાય રૂ. ૧૦,૦૦૦/- પ્રતિ લાભાર્થી  મહત્તમ રૂ.૫.૦૦ લાખ મહત્તમ
(૧૧) મેનેજર પગાર માસિક રૂ.૫,૦૦૦/-એક વર્ષ માટે
(૧૨) સર્વીસ ચાર્જીસ સહાયનું ધોરણ:-
રૂ.૫૦.૦૦ લાખ સુધીના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ખર્ચ  ના ૫ ટકા અથવા રૂ.  ૫૦,૦૦૦/-      બે માંથી જે ઓછુ હોય તે       અથવા
રૂ.૫૦.૦૦ લાખની ઉપરના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ખર્ચ  ના ૫ ટકા અથવા રૂ.૧,૦૦,૦૦૦/-   બે માંથી જે ઓછુ હોય તે
(૧૩)  કલસ્ટરના વધુ સારા વિકાસ માટે

અધ્યત્તન ટેકનોલોજી,ડીઝાઇન. માર્કેટીંગ ના માર્ગદર્શન અને ચોક્કસ તાલીમ માટે SEPT, NID જેવી નિષ્ણાત સંસ્થાઓ અથવા એક્ષપર્ટ ને રોકવા

રૂ.૨.૦૦ લાખની મર્યાદામાં વિશેષ ખર્ચ મંજુર કરી શકાશે.


અરજી ફોર્મ

કલસ્ટર વિકાસ યોજના નો ઠરાવ – તા:૨૬-૧૨-૨૦૧૬

અરજી સાથે જોડવાના સાધનિક કાગળો