ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના

ઔદ્યોગિક સહકારી મંડળીઓને નાણાકીય સહાય આપવાની પેકેજ યોજના

ઔદ્યોગિક સહકારી મંડળીઓને નાણાકીય સહાય આપવાની પેકેજ યોજના સને ૧૯૮૦ થી અમલમાં મુકેલ હતી. જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાત સરકારશ્રીએ તા.૨૮-૦૯-૨૦૧૫ ના ઠરાવ થી નવી સુધારેલી પેકેજ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ ઔદ્યોગિક સહકારી મંડળીઓને શેરફાળો-શેરલોન, વહીવટી સહાય, મૂળભૂત જરૂરિયાત, વ્યાજ સહાય, રીઝર્વ ફંડ સહાય, વેચાણ વળતર, નિદર્શન, પ્રચાર તથા તાલીમ સહાય, સપ્તાહ ની ઉજવણી વિગેરે માટે નીચેની વિગતે સહાય આપવામાં આવે છે.

ક્રમ વિગત સહાય નું ધોરણ
શેરફાળો  એકત્રિત કરેલ શેર ભંડોળના ત્રણ પટ સુધી
શેરલોન શેરની કિમંતના નેવું ટકા, મહત્તમ રૂ .૯૦૦/- સુધી
વહીવટી સહાય (ક્રમ અ,બ અને ડ માટે -અનુ.જતિ-જન જાતિ અને બક્ષી પંચની  મંડળીઓ  માટે ૫ વર્ષ
અ મેનેજર પગાર રૂ.૪૮૦૦૦/- થી રૂ.૭૨૦૦૦/-  સુધી ત્રણ વર્ષ માટે
બ સેલ્‍સ ડેપો રૂ.૪૦૦૦૦/- થી રૂ.૧૦૦૦૦૦/- સુધી ત્રણ વર્ષ માટે
ક ફેરિયા માસિક રૂ.૧૦૦૦/- એક ફેરિયા દીઠ ત્રણ વર્ષ સુધી
ડ ટેકનિકલ કર્મચારી પગાર સહાય રૂ.૪૮૦૦૦/- થી રૂ.૭૨૦૦૦/-   સુધી ત્રણ વર્ષ માટે (પાવરલૂમ મંડળી સિવાય)
મૂળભુત  જરૂરીયાત
અ. સાધન/ઓજાર ૭૫ ટકા સુધી રૂ.૫ લાખની મર્યાદામાં
બ વર્કશેડ્ / ગોડાઉન ૭૫ ટકા સુધી રૂ.૬ લાખની મર્યાદામાં
ક સેલ્‍સ ડેપો/ ગોડાઉન ૭૫ ટકા સુધી રૂ.૧૦ લાખની મર્યાદામાં
ડ વાહન સહાય ૭૫ ટકા સુધી રૂ.૨ લાખની મર્યાદામાં
કામકાજના ભંડોળ માટે લોન સામે વ્યાજ સબસીડી  કામકાજ ભંડોળની લોન ના વ્‍યાજ ના છ ટકા (પાવરલુમ મંડળીને  ૩ ટકા)
પ્રાથમિક અને મૂળભુત જરૂરિયાત માટે બેંકે ધિરેલ  લોન ઉપર વ્યાજ સબસીડી બેંક તરફથી મંજુર થયેલ લોન સામે ૮ ટકા વ્યાજ સબસીડી (પાવરલુમ મંડળી સિવાય) અન્ય મંડળીઓને આવી વ્યાજ સબસીડી ૩ ટકા લેખે અપાશે.
રીઝર્વફંડ સહાય  પુન: જીવીત મંડળી માટે રૂ.૨૫૦૦૦/- સુધી
વેચાણ વળતર ( રીબેટ)  હસ્‍તકલા, હાથશાળ તથા ચર્મોધોગ મંડળી ના વેચાણ  ઉપર ૫ ટકા લેખે કાયમી વળતર
(૧) હરિફાઇ અને ઇનામો માટે ફક્ત હસ્તકલા,હાથશાળ તથા આદિવાસી સહકારી મંડળીઓ માટે નો પુરસ્કાર
પ્રથમ ઇનામ

 

દ્વિતિય ઇનામ

તૃતિય ઇનામ

સહ. મંડળીઓ માટે                  મંડળીઓ ના વ્યક્તિગત સભ્યો માટેરૂ.૫૦૦૦/–                                 રૂ.૩૦૦૦/–

 

રૂ.૩૦૦૦/-                                  રૂ.૨૦૦૦/-

રૂ.૨૦૦૦/-                                  રૂ.૧૦૦૦/-

(૨) જિલ્લા કક્ષાએ શિબિર માટે હાથશાળ અને હસ્તકલા મંડળીઓ માટે દરેક જિલ્લામાં એક શિબિર માટે રૂ.૫૦૦૦ ની મર્યાદામાં
(૩) સ્થળ પર નિદર્શનોગોઠવવા માટેના કાર્યક્રમો

 

માટે- પ્રત્યેક નિદર્શન માટે

(૧) કાચા માલ માટે રૂ.૨૫૦૦/-(૨) ભાગ લેનાર કારીગર ને રૂ.૧૫૦/- પ્રત્યેક દિવસ ના શિષ્યવૃત્તિ  તરીકે

 

(૩) આકસ્મિક ખર્ચ,પ્રચાર ખર્ચ તથા નિદર્શન ના આયોજન માટે જરૂરી ખર્ચ

કરવા રૂ.૩૦૦૦/- ની મર્યાદામાં

(૪) શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ  ગોઠવવા માટે  સભ્ય દીઠ રૂ.૧,૦૦૦/- સુધીનો શૈક્ષણિક પ્રવાસ ખર્ચ  પેટે સહાય
(૫) તાલીમમાં મોકલવા માટે  અથવા સંસ્થાને આપવા માટે  રાજ્યમાં કે રાજ્ય બહાર તાલીમ માં મોકલવામાં આવે તો, રૂ.૧૫૦/- પ્રતિદિન શિષ્યવૃત્તિ તથા જવા- આવવાનું રેલવે નું બીજા વર્ગનું અથવા સામાન્ય બસ નું ખરેખર પ્રવાસ ભાડું

યોજનાનો ઠરાવ

અરજી સાથે જોડવાના સાધનિક કાગળો

અરજી ફોર્મ