હાથશાળ વણકરો માટેની કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજનાઓ | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

 

હાથશાળ વણકરો માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ

(ભારત સરકારની યોજનાઓ )

 

1. હેન્ડલુમ વિવર્સ કોમ્પ્રીહેન્સીવ વેલફેર  સ્કીમ

2. નેશનલ પેન્શન યોજના(NPS)

3. નેશનલ હેન્ડલૂમ ડેવલોપ મેન્ટપ્રોગ્રામ (NHDP)

4. હેન્ડલૂમ રિઝર્વેશન એક્ટ

 

(૧) હેન્ડલુમ વિવર્સ કોમ્પ્રીહેન્સીવ વેલફેર સ્કીમ

 

(1:1) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ  વિમા યોજના

 

(૧) યોજનાની ટૂંકી નોંધ:-

વણકરોના કુદરતી મુત્યુ સામે રક્ષણ આપવું

 

(૨) યોજનાનો હેતુ‌:-

વણકરોના કુદરતી મુત્યુ સામે રક્ષણ 

અમલીકરણઃ ભારતીય જીવન વિમા નિગમ દ્રારા અમલ

 

(૩) યોજનાની પાત્રતા:-.

તમામ હાથશાળ વણકર કે જેની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની હોય. 

 

(૪) પ્રોજેક્ટની મહત્તમ મર્યાદા તથા સહાય :-  

દરઃરૂ.૩૩૦/- વાર્ષિક  પ્રીમીયમ

(જેમાં ભારત સરકારશ્રીનો ફાળો રૂાઃ૧૫૦-૦૦, એલઆઇસી નો ફાળો રૂાઃ૧૦૦-૦૦, તેમજ          રૂાઃ૮૦-૦૦ લાભાર્થિઅનો ફાળો)

રૂાઃ૮૦-૦૦ લાભાર્થિ ફાળાની રકમ લાભાર્થિ વતી રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. 

 

(૫)    વિમા રક્ષણઃ

(૬)    કુદરતી મૃત્‍યુ           રૂાઃ૨,૦૦,૦૦૦-૦૦

 

(1:2) પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના

 

(૧) યોજનાની ટૂંકી નોંધ:-

 

          વણકરોના આંકસ્મીક મુત્યુ સામે રક્ષણ આપવું

 

(૨) યોજનાનો હેતુ‌:-

         વણકરોના આંકસ્મીક મુત્યુ સામે રક્ષણ 

         અમલીકરણઃ ભારતીય જીવન વિમા નિગમ દ્રારા અમલ

 

(૩) યોજનાની પાત્રતા:-.

      તમામ હાથશાળ વણકર કે જેની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની હોય.          

 

(૪) પ્રોજેક્ટની મહત્તમ મર્યાદા તથા સહાય :-

 

                    દરઃરૂ.૧૨/- વાર્ષિક  પ્રીમીયમ

                (આ પ્રીમીયમની રકમ ભારત સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે.)

                વિમા રક્ષણઃ

                આંકસ્મીક મૃત્‍યુ                     રૂાઃ૨,૦૦,૦૦૦-૦૦

                કાયમી અપંગતા માટે              રૂાઃ૧,૦૦,૦૦૦-૦૦

 

(1:3) મહાત્માં ગાંધી બુનકર વિમા યોજના

 

(૧) યોજનાની ટૂંકી નોંધ:-

          વણકરોના આકસ્મિક મુત્યુ અને કુદરતી મુત્યુ સામે રક્ષણ આપવું

 

(૨) યોજનાનો હેતુ‌:-

         વણકરોના આકસ્મિક મુત્યુ અને કુદરતી મુત્યુ સામે રક્ષણ

         અમલીકરણઃ ભારતીય જીવન વિમા   નિગમ દ્રારા અમલ

 

(૩) યોજનાની પાત્રતા:-.

      તમામ હાથશાળ વણકર કે જેની ઉંમર ૫૧ થી ૫૯ વર્ષની હોય.

 

(૪) પ્રોજેક્ટની મહત્તમ મર્યાદા તથા સહાય :-

       દરઃરૂ.૪૭૦/- વાર્ષિક  પ્રીમીયમ

 

(જેમાં ભારત સરકારશ્રીનો ફાળો રૂાઃ૨૯૦-૦૦, એલઆઇસી નો ફાળો રૂાઃ૧૦૦-૦૦, તેમજ         રૂાઃ૮૦-૦૦ લાભાર્થિઅનો ફાળો) રૂાઃ૮૦-૦૦ લાભાર્થિ ફાળાની રકમ લાભાર્થિ વતી રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. 

 

        વિમા રક્ષણઃ

        કુદરતી મૃત્‍યુ                        રૂાઃ૬૦,૦૦૦-૦૦

        આંકસ્મીક મૃત્યુ                     રૂઃ૧,૫૦,૦૦૦-૦૦

        કાયમી અપંગતા                   રૂઃ૧,૫૦,૦૦૦-૦૦

        આંશિક અપંગતા                   રૂાઃ ૭૫,૦૦૦-૦૦

 

 સરકારી ઠરાવ

 

(1:4) શિષ્યવૃત્તિનો લાભ

 

સ્કોલરશીપ લાભ નીચે મુજબ મળી શકશે.

 

હાથશાળ વણકરોના બે બાળકો સુધી ધો.૯ થી ૧૨ અભ્યાસ કરતા બાળકોને માસીક  રૂ.૧૦૦ લેખે મળવાપાત્ર થશે. સ્કોલરશીપની રકમ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ દ્રારા ચુકવવામાં આવશે.(NPS) જયાં વિધાર્થીઓએ જાતે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (NPS) ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્કુલ અને નોડલ એજન્સી દ્રારા વિધાર્થીની વિગતોની ચકાસણી કરવાની રહેશે. અને ત્યારબાદ  LIC દ્રારા વિધાર્થીઓને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્ફર (DBT) દ્રારા રકમ ચુકવવામાં આવશે. સ્કોલરશીપની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

 

NSP ઉપર લોગીન કરવાની રીત.

 

નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન  કરવા માટે તે NSP ઉપર જવું. પછી New Registration (રજીસ્ટ્રેશન) ઉપર કિલક કરવું. ત્યારબાદ ન્યુ યુઝર ઉપર કિલક કરવું. ત્યારબાદ  continue ઉપર કલીક કરી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું.

 

 

 

(2)     નેશનલ પેન્શન યોજના (NPS)

 

(૧) યોજનાની ટૂંકી નોંધ:-

 

        રાજયમાં આવેલ હાથશાળ, હસ્તકલાના કારીગરો જે કારીગરો નાણાકિય સ્ત્રોત ધરાવતા નથી અને વૃધ્ધાવસ્થા દરમ્યાન નાણાંકિય સુરક્ષા અને સ્થિરતા પુરી પાડવા તેમજ નિવૃત્તિ બાદ પણ તે લોકો પોતાનું જીવન માનભેર જીવી શકે તે માટે પેન્શન યોજના (એનપીએસ) ના ધોરણે અમલમાં મુકવાનું નકકી કરવામાં આવેલ.

 

(૨) યોજનાનો હેતુ‌:-

 

        જે કારીગરો નાણાકિય સ્ત્રોત ધરાવતા નથી અને વૃધ્ધાવસ્થા દરમ્યાન નાણાંકિય સુરક્ષા અને સ્થિરતા પુરી પાડવા

 

(૩) યોજનાની પાત્રતા:-      

 

        આ યોજના હેઠળ હાથશાળ/હસ્તકલાના  જે લાભાર્થીએ રૂ.૨૦૦૦/- થી વધુ વાર્ષિક પ્રિમિયમ ભરેલ હેોય તેને રૂ.૫૦૦/- વધારાનો લાભ આપવા.

 

 

 

(3)   નેશનલ હેન્ડલૂમ ડેવલોપ મેન્ટ  પ્રોગ્રામ (NHDP)

 

(૧) યોજનાની ટૂંકી નોંધ:-

 

      ભારત સરકારશ્રી ના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંકલિત હાથશાળ વિકાસ યોજનાને સ્થાને સર્વગ્રાહી હાથશાળ વિકાસ યોજના (સીએચડીએસ)તા૩૦-૧૨-૨૦૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે અને સુધારેલી રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ (એનએચડીપી)ની ગાઇડ લાઇન તા ૨૩-૬-૨૦૧૫ થી અમલમાં મુકવામાં આવેલ છેઅને સુધારેલી ગાઇડ લાઇન તા ૨૩-૬-૨૦૧૫ થી તથા છેલ્લે તારીખઃ૧૧/૦૭/૨૦૧૭ થી એપ્રીલ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૦ સુધીના સમય માટેની સુધારેલી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવેલ છે.

 

  (૨) યોજનાનો હેતુ‌:-

 

      આ યોજના અંતર્ગત વણકર સહકારી મંડળીઓને તથા એપેક્ષ સંસ્થાઓને તેઓના ત્રણ વર્ષના સરેરાશ વેચાણ ઉપર ૧૦ ટકા બજાર સહાયનો લાભ આપવામાં આવે છે. તેમાં રાજય ફાળા તરીકે ૫ ટકા અને કેન્દ્ર ફાળા તરીકે ૫ ટકા સહાયનું ધોરણ રાખવામાં આવેલ છે.

 

(૩) યોજનાની પાત્રતા:-

 

      હેન્ડલુમ માર્ક ફરજીયાત છે. (૨) એનએચડીસી પાસેથી સુતર ખરીદવું અથવા એનઓસી મેળવવુ ફરજીયાત કરેલ છે. (૩) વાર્ષિક ૩૦ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતી મંડળીઓને બજાર સહાયનો લાભ મળવાપાત્ર નથી.

 

 

 

(૪) પ્રોજેક્ટની મહત્તમ મર્યાદા તથા સહાય :-

 

      વણકર સહકારી મંડળીઓને તથા એપેક્ષ સંસ્થાઓને તથા નિગમને  તેઓના ત્રણ વર્ષના સરેરાશ વેચાણ ઉપર ૧૦ ટકા બજાર સહાયનો લાભ આપવામાં આવે છે.

 

સંપર્ક:જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

 

સરકારી ઠરાવ- ભારત સરકારશ્રીની ગાઇડલાઇન

 

(4)   હેન્ડલૂમ રિઝર્વેશન એક્ટ આઈ.એન.ડી.-૧૨

 

(૧) યોજનાની ટૂંકી નોંધ:-

 

                             ભારત સરકારશ્રીના વસ્ત્ર મંત્રાલય દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ૧૧ કાપડની જાતોને હાથશાળ માટે અનામત રાખેલ છે. હાથશાળ કાપડ માટે અનામત રાખવાની જાતોનું ઉત્‍પાદન યંત્રશાળ ઉપર કરવામાં આવે તો તેની સામે હેન્‍ડલુમ  રીઝર્વેશન એકટ ૧૯૮૫ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને ઉલ્‍લઘંન કરનારની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જોગવાઇ છે. આ કાયદાના અમલ માટે ગુજરાત સરકારશ્રી દ્રારા રાજયમાં એન્‍ફોર્સમેન્‍ટ  સેલ  અમદાવાદ, નડીયાદ, મહેસાણા અને સુરત  ખાતે ઉભું કરવામાં  આવેલ છે.  આ યોજના હેઠળ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓના પગાર-ભથ્થાઓનો ખર્ચ તથા અન્ય કન્ટીજન્સી ખર્ચ પાડવામાં આવે છે.

 

(૨) યોજનાનો હેતુ‌:-

 

                             હાથશાળ દ્રારા ઉત્‍પાદીત ૧૧ જાતોને આ કાયદા હેઠળ હાથશાળ ક્ષેત્ર માટે નીચેની ૧૧ જાતો અનામત રાખવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. (૧) સાડી (ર) ધોતી (૩) તોલીયા,ગામછા, અંગવસ્‍ત્ર (૪) લુંગી (પ) ખેસ બેકશીટ પેડ કવાકાઉન્‍ટર  પેનફીનીશીંગ (૬) જામકલમ, દરી અથવા  દરેક ડ્રેસમટીરીયલ (૮)બરે બ્‍લેન્‍કેટ  કામળો અથવા કામળી (૯)સાલ, મફલર,ટાઇ વિગેરે (૧૦) વુલન  દવીડ ઉની કાપડ  (૧૧) ચાદર મેખલા

 

(૩) યોજનાની પાત્રતા:- 

 

            ટેક્ષટાઇલના જાણકાર વ્યક્તિને મુકી શકાય.