કચેરી વિશે | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

કચેરી વિશે :

કુટિર અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ શરુઆતમાં મુળ રજીસ્‍ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર હસ્‍તક હતી. પરંતુ, આ કામગીરીનો વ્‍યાપ વધવાથી તેના અમલીકરણ માટે અલગ તંત્ર ઉભુ કરવાનું જરુરી બનતા, સરકારશ્રીના ઉદ્યોગ, ખાણ અને ઊર્જા વિભાગના ઠરાવથી રાજય કક્ષાએ નિયામકશ્રી, કુટીર ઉદ્યોગ અને ઔદ્યોગિક સહકારની જગ્‍યા ઉભી કરી, નવુ તંત્ર ઉભુ કરવામાં આવ્‍યુ. ત્‍યાર બાદ આ ખાતાના વડા તરીકે કમિશ્‍નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગની જગ્યા સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવથી ઉભી કરવામાં આવી.

રાજ્‍યની મોટાભાગની વસ્‍તી ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસે છે. રાજ્યના શિક્ષિત/અશિક્ષિત બેરોજગારો/કારીગરોને વિપુલ પ્રમાણમાં ઓછા મૂડી રોકાણમાં રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કુટિર અને ગ્રામોઘોગ હસ્‍તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્‍ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે. કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ હસ્‍તક વ્‍યક્‍તિગત ધોરણે સ્‍વરોજગારી લક્ષી તેમજ ઔઘોગિક સહકારી મંડળીઓ દ્વારા કારીગરોના સમુહને રોજગારી આપવાની વિવિધ યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત તાલીમ કેન્દ્રો મારફતે જુદા જુદા ટ્રેડ હેઠળ તાલીમ આપવાની તેમજ નવી ટેક્‍નોલોજી આધારિત કારીગરોની કૌશલ્‍યતામાં વધારો કરવા વગેરે બાબતોની યોજનાઓ પણ અમલમાં છે.